Maher Samaj India

મહેર સમાજના આગામી કાર્યક્રમોની રૂપરેખા

મહેર સમાજના આગામી કાર્યક્રમોની રૂપરેખા.

 

તા.૩/ર/૦૧ર
ધંધુસર ગામે સમસ્ત ધંધુસર ગામનું સામુહિક ભોજન અ ને ભીખુદાન ગઢવી, પરસોત્તમ પરી અને શૈલેષ મહારાજનો સંતવાણીનો પોગ્રામ આયોજક મોહનભાઈ સુત્રેજા

તા.પ/ર/૦૧ર
રાજકોટ ખાતે રાજકોટ મહેર સમાજનું સ્નેહ મિલન

તા.૬/ર/૦૧ર
સુત્રાપાડા ખાતે સોમનાથ, વેરાવળ ઉના અને સુત્રાપાડા મહેર સમાજનું સ્નેહ મિલન, જમણવાર તેમજ તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ

તા.૯/ર/૦૧ર
કુતિયાણા ખાતે સંતવાણીનો કાર્યક્રમ આયોજક રામદેભાઈ પરમાર

તા.ર૬ -ર૭/ર/૦૧ર
કોટડા ગામે બે દિવસીય બાર પહોર પાઠ અને લોક ડાયરો આયોજક-સમસ્ત કોટડા ગ્રામજનો
મહેર એકતા અખબાર ગ્રૃપ તરફથી ઉપરોકત કાર્યક્રમની સૌ જ્ઞાતિજનોને યાદી પાઠવવામાં આવે છે.
આપ સૌ જ્ઞાતિજનોને વિનંતી કે, આપના ગામ અને આપની આપની આજુ બાજુમાં બનાતા આપણી જ્ઞાતિના કાર્યકમોની યાદી અમનો મોકલાવશો.

 

કચ્છ ખાતે રૂપિયા ૧ કરોડની વાડી ગૌ સેવા સમિતીને દાનમાં આપતા રામભાઈ ખુંટી

આપણી જ્ઞાતિમાં શુરવીરતા, દાતારી, ખુમારી, હિમતવાન, નિડરતા, સુંદરતા જેવા કેટલાય ગુણો છે. અને કોઈ વસ્તુંની કમી નથી માત્ર એક જ વસ્તુની કમી છે. અને તે એટલે સહન શકિત ભાઈચારો, પણ હવે ઘણું પરિવર્તન ગયું છે. આપણા યુવા પેઢીમાં શિક્ષણક્ષેત્રે ઘણા સુધારા જોવા મળે છે. આજથી ર૦ વર્ષ પહેલાની વાત કરૂ તો દરેક જુવાનના હાથમાં કુંડલીવાળી લાકડી કે કુહાડી હોય પણ આજના યુવાન ભાઈઓ નીકળે છે. ત્યારે હાથમાં બોલપેન અને ચોપડાઓ જોવા મળે છે. જે આપણી જ્ઞાતિ માટે આનંદની વાત કહેવાય.

આપણા વડવાઓ જ દાતાર છે. એવું નથી આજે ર૧મી સદીમાં માણસ જયારે પૈસા પાછળ ગાંડો બની ગયેલ ત્યારે ૧ કરોડ જેવી માતબર રકમની કિંમતી જમીનનું દાન ગાય માતા માટે આપવું એ કાંઈ સામાન્ય વાત નથી.

આ વાત છે. કુતિયાણા તાલુકાના કોટડાના અને હાલ કચ્છના ભચાઉ તાલુકાના કકરવા ગામને પોતાની કર્મભૂમિ બનાવનાર દાતાશ્રી રામભાઈ ખુંટીની,
રામભાઈએ કચ્છમાં રહીને મેર સમાજનું અનેરૂ ગૌરવ અપાવ્યું છે. જેણે કચ્છ ખાતે પોતાની વાડી ગૌ સેવા સમિતીને દાન આપી છે. અને આ વાડીની કિંમત ૧ કરોડ થાય છે.
નિતી એજ ધર્મમાં માનનાર અને આવી ર્ધામક વૃતિ ધરાવતા રામભાઈ દરરોજ પ૦ થી ૬૦ કિલો પંખીને ચણ, ગાયોને લીલો ચારો નાખે છે. તેમજ જગલમાં અવેડા બનાવી જાતે ટેકટર લઈ તેમાં પાણી નાખી અનેરી સેવાઓ પણ આપે છે. અને પૂણ્યનું ભાથુ બાંધે છે. ભોજન કરો અને કરાવો તે તેમનો જીવન મંત્ર છે. 

તાજેતરમાં જ રામભાઈએ પોતાની દાનમાં આપેલ અને ગૌસેવાના લાભાર્થે સંતવાણીનું પણ ભવ્ય આયોજન કરેલ હતું આમ અનોખી સેવા કરનાર રામભાઈને મહેર સમાજમાંથી ઠેર ઠેર શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે મહેર એકતા અખબાર પણ તેમને ખુબ ખુબ અભિનંદન આપે છે.

(અહેવાલ-સરમણભાઈ ઓડેદરા)

Article by Maher Ekta -  મહેર એકતા website http://maherakta.wordpress.com/ 

કડછ ગામે શ્રીરામદેવજી મહારાજનો મંડપ

કડછ ગામે શ્રીરામદેવજી મહારાજનો મંડપ યોજાયો

વધેલાથી પૈસાથી ગામનો વિકાસ કરાશેસરપંચશ્રી

 

સમગ્ર હિન્દુ જ્ઞાતિ સહિત જ્ઞાતિજનોમાં પુજાતા સનાતન નીજીયા ધર્મના તારણહાર અને સત્ય-પ્રેમભાવના ને એકતાનો ઉપદેશ આપનાર ધર્મપ્રતિક સમાન શ્રી રામદેવજી મહારાજના સત્ય સવરા જ્ઞાન યજ્ઞ મંડપ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન પોરબંદર તાલુકાના કડછ ગામે સમસ્ત ગામના ર્આિથક સહયોગથી વૈશાખ વદ-૧૧ને રવિવાર તા.ર૯//૦૧૧ના રોજ કરવામાં આવ્યુ હતું.

સનાતન ધર્મના આધાર સ્તંભ સર્વેશ્વર વિશ્વર્મુિત આદિપુરૂષ શ્રી રામદેવજી મહારાજના યજ્ઞ મંડ૫માં ખાસ કરીને મહત્વના બે મુહુર્ત હોય છેજેમાં એક સ્થાપનાનું (ભૂમિપૂજનમુહુર્ત અને બીજુ મંડપ પ્રાગટયનું(લોકભાષામાં મંડપ ખડો થવાનુંસોરઠ ધરા સોહામણીજેમાં પાકયા નરબંકાઆ ધરામાં જે સંતો મહંતો,શુરવીરોદાતાઓ જેવા અનેક રત્નો પાકયા છે તેમાનાં સતાધારના મહંતશ્રી જીવરાજબાપુની કર્મભૂમિ એટલે કડછ અને તે ગામમાં પ૦ વર્ષ પછી પહેલી વખત આવું સુંદર આયોજન થતું હોય તેમની ઉપસ્થિતિ કેમ ન હોય?

જેમાં કડછ ગામે તારર--૦૧૧ ને રવિવાર વૈશાખ વદ (પાંચમશુભ મુહુર્તે મંડપ સ્થાપન (ભૂમિપુજન)શાસ્ત્રોકત વિધિથી શ્રીજીવરાજબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુંજેમાં જીવરાજ બાપુને હાથી પર બેસાડીને બેન્ડવાજા સાથે સામૈયા કરવામાં આવ્યા હતાતેમજ સ્થાપના વિધિથી સાત-સાત દિવસ સુધી રામદેવપીરના મંડપના પણ સામૈયા કરવામાં આવ્યા હતાઅને મંડપ મહોત્સવના સ્થાપના દિનથી કોઈપણ નાતજાતના ભેદભાવ વિના સાત દિવસ અવિરત ર૪ કલાક ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેની જવાબદારી કડછ ગામના યુવા સ્વયંસેવકોએ ઉપાડી હતીઆ આઠ દિવસ દરમ્યાન રથી ૩ લાખ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતોઆખુંય કડછ ગામ બોલો રામાપીરની જય ના ગગનભેદી જયઘોષથી સમગ્ર ગામ આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠયું હતુંતેમજ ભજન-ભોજનની સરવાણી સતત વહેતી રહી હતીત્યારે ઉપસ્થિત હજારોની માનવ સમુદાયમાં દિવ્ય સ્મરણીય આનંદ ઉત્સાહ ઉલ્લાસ છવાઈ ગયો હતો.આ મંડપના દર્શન કરવામાં આવેલ જનમેદનીને કડછબગસરામોચાસહિતના ગામોએ પાણી અને સરબત બનાવી તૃષા છીપાવી માનવ ઘર્મ નીભાવ્યો હતો.

મંડપના ગ્રાઉન્ડમાં હાટડીઓધુન મંડળીઓસર્કસફજેતફાળકાબરેક ડાન્સજેવા કાર્યક્રમોએ પણ મનોરંજન પુરૂ પાડ્યું હતું.

મંડપની પૂર્વ તૈયારીઓમાં આયોજકો તરફથી રસોડા વિભાગલાઈટપાણીસરબતર્પાિકગસ્વાગત,શુસોભનસ્ટોલ જેવા વિભાગોમાં કામની વહેચણી કરી હતી અને આ ર્ધાિમક કાર્યને પાર પાડ્યું હતું

આ મંડપ મહોત્સવમાં અનેક નામી-અનામી સેવાભાવીઓએ પોતાની સેવા આપી હતીજેમા મુખ્યત્વે કડછ ગામના સરપંચ પોલાભાઈ કડછાસવદાસઆતાઅને સમસ્ત ગ્રામજનોનો સહયોગ મળ્યો હતો.

કડછ ગામના સરપંચશ્રીનો સંદેશ

મહેર એકતા અખબાર ટીમે મંડપ વિરામ બાદ ગામના સરપંચશ્રીની મુલાકાત લીધી ત્યારે ગામના સરપંચશ્રી પોલાભાઈ ગાંગાભાઈ જાડેજાએ જણાવ્યું હતું કેમને અને પુરા ગામને મંડપ ધામધુમથી પૂર્ણ થયાની ખુશી છેમંડપ દરીમ્યાન સમસ્ત ગામે પુરેપુરો સાથ અને સહકાર આપ્યો તે બદલ સમસ્ત પુરામ ગામનો ખુબ ખુબ આભાર આ સાથે આસ-પાસના ગામડાઓએ પણ સહકાર આપેલ તેનો પણ આભાર વ્યક્ત કરૂ છેઅમે માત્ર મંડપ જ નથી કર્યો સાથે સાથે મંડપના વધેલા પૈસામાંથી ગામનો વિકાસ પણ કરીશું મંડપની દોરી અંગે જણાવતા કહ્યું હતું કે આજુ બાજુના ઘણા ગામડાઓ અમને કિધેલું કેઅમે તમારા ગામની દોરી છોડી જઈશું પરંતુ અમે નક્કી કરેલ હતું તે પ્રમાણે મંડપની દોરી ધામધુમથી વાજતે ગાજતે રણુજાધામ મુકી આવેલ બીજુ કેઅમે ગુલાલ ઉડાડી કોઈના કપડા ખરાબ કરવા માગતા નહોતા તેથી તિલક પ્રથા પણ અપનાવી હતી

પોલાભાઈએ અંતે વધુમાં ખુશી સાથે જણાવ્યું હતું કેમારી જીંદગીમાં મારા ગામમાં પહેલી વખત આટલી મોટી એકતાના મને દર્શન થયા તેની મને મંડપ કરતા પણ વધારે ખુશી છેકારણ આખુય ગામ હળીમળીને આ કાર્યમાં જોડાઈને તનમન અને ધનથી ખરા હદ્યથી કામે લાગ્યું હતું.

કડછ ગામે મંડપ નિમીત્તે યોજાયેલ સંતવાણી

સનાતન ધર્મના નેજાધારી શ્રી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની મોજ માણવા આવેલ ર્ધાિમક ભકતજનો મનોરંજનલોકસાહિત્ય અને ભજનમય બને તે માટે તા.રપના રોજ હરસુખગીરી ગૌસ્વામી (ચિકાસાવાળા),શ્રીભીખનગર બાપુશ્રીબળવંતગિરિબાપુઅને સાથીકલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતોતા.ર૬ના રોજ કડછ ગામની પ્રખ્યાત શ્રીકાંધલીકૃપા રાસ મંડળીએ મણીયારોઢાલ-તલવાર રાસતલવાર અને લાઠીની પટ્ટાબાજી રજુ કરેલ હતી જેમાં મહેરના દુહાછંદ પુંજાભાઈ કારાવદરા અને શ્રીમુળુભાઈ બારોટના કંઠે ગવાયા હતા તેમજ અરજનભાઈ જાડેજાએ ઢોલ અને પુનિશ અને જમાલે શરણાઈના સાદ પુરાવ્યા હતા.તા.ર૮ એટલે કેમંડપની આગલી રાત્રીના ૧ લાખ જેટલી માનવ મેદનીને લોકડાયરાના કલાકારો શ્રી લખમણ બારોટ અને પરષોત્તમ પરીએ આખી રાત ભજન-લોકગીતો પીરસ્યા હતાજયારે લોકસાહિત્યકાર અને હાસ્યરસની વાતો દેવરાજભાઈ ગઢવીએ કરીને સમગ્ર જનતાને જકડી રાખી હતીજયારે બીજી બાજુ મંડપમાં કડછ ગામના ગૌ પ્રેમી કેશવભાઈ કોળી અને ધરશન ગામના ગૌપ્રેમી નાગાભાઈએ ગૌસેવાનું મહત્વ તથા મહેર જ્ઞાતિના જવામર્દો અને ઈતિહાસની કથાઓનું વર્ણન કરી સારી એવી મેદનીને જકડી રાખી હતી.તા.ર૯ના રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં નાગાભગત (મૈયારી વાળા), પુંજાભાઈ કારાવદરા (પાતા વાળા)અને કિશોરભાઈ વાઘેલાએ દેશી ભજનોની સરવાણી વહાવી હતી.

કડછ મંડપમાં ઉપસ્થિત સાધુ સંતો

સતાધારના મહંતશ્રી જીવરાજબાપુશ્રી દામબાપુશ્રી વિજયબાપુજુનાગઢથી શેરનાથબાપુછત્રાવાથી દુલા આતાલીરબાઈ આશ્રમથી લખુબાપુ અને દેવી માગોરસર મામા પાગલ આશ્રમથી વણઘા ભગતકડછ જાગનાથ આશ્રમના મહંતશ્રી સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહયા હતા.

કડછ મંડપની વિશેષતા

()કડછ ખાતે યોજાયેલા મંડપમાં મહેર એકતાની ટીમે કડછ ગામના કેટલાક કુંટુબોની મુલાકાત લીધી હતી ત્યારે કડછના દરેક ઘરે પ થી પ૦ જેટલા મહેમાનો હતાઘરે ઘરે લગ્ન જેવો માહોલ હતોગામના અમુક ઘરે તો પાંગતમાં જમણવાર ચાલુ હતો. (કડછ ગામના પરીવારોધંધાર્થી કે નોકરી અર્થે બહાર ગામ ગયા હતા અને ત્યાં વસવાટ કરતા હોય તેઓ પોતાના પરીવાર સાથે અઠવાડીયાથી જ કડછ ગામમાં મુકામ કરી મંડપનો લાભ લીધો હતો ()ગામમાં વસવાટ કરતા કુટંબો પોતાનું દુધ જાતે જ મંડપના રસોડા વિભાગમાં પહોચતું કરતા જેના કારણે છેલ્લા આઠ દિવસથી કડછ ગામની પ્રત્યેક ડેરીઓ બંધ રહેતી હતી અને ગામના ટેકટર માલીકોએ પોતાના ટેકટર પ્રસાદ માટે કામે લગાડ્યા હતાતો રીક્ષા ચાલકોએ પોતાની રીક્ષા મંડપના કામે લગાડી નિસ્વાર્થ સેવા બજાવી હતી. (આ મંડપ માટે કડછ ગામના યુવાનો દ્વારા છેલ્લા બે માસથી તડામાર તૈયારી ચાલી રહી હતી.(કડછ ગામના આ આઠ દિવસીય મંડપ મહોત્સવમાં અબીલ અને ગુલાલ ઉડાડવાનું બંધ રાખેલ હતું અને તિલક પ્રથાને અપનાવી હતી જે પ્રેરણા અને આવકારદાયી હતું (૧ લાખ પણ વધારે જનમેદની હોવા છતા ધક્કામુકીચોરી થવીજેવી દુઃખદ ઘટના એક પણ ન બની શાંતિ અને ભાઈચારાનો માહોલ છવાઈ રહ્યો હતો.

મંડપ ઉપસ્થિત

જ્ઞાતિ અગ્રણી

બાબુભાઈ બોખીરીયા (પૂર્વ સિચાઈ મંત્રી), કરશનભાઈ ઓડેદરા ધારાસભ્યશ્રી-કુતિયાણાભગવાનજીભાઈ કરગટીયા ધારાસભ્યશ્રી-માંગરોળરામદેભાઈ મોઢવાડીયાભનુભાઈ ઓડેદરા (પટેલ), સુકાભાઈ આંત્રોલીયારમેશભાઈ ઓડેદરા (પટેલ), ભાયાભાઈ રાતિયાસામતભાઈ ઓડેદરાભરતભાઈ મોઢવાડીયા,રાજુભાઈ રાતિયાકાંધલભાઈ જાડેજા-પોરબંદરકાનાભાઈ જાડેજા-પોરબંદરએભાભાઈ કડછા-પોરબંદર,કરશનભાઈ જાડેજા-જુનાગઢલખમણભાઈ જાડેજા-જુનાગઢગિરીશભાઈ જાડેજા-મુંબઈગોગન આતા-મુંબઈગગુભાઈ જાડેજા-મુંબઈ,

સૌનો આભાર વ્યક્ત કરતા માધવપુર પી.એસ.આઈ.

કડછ ગામે યોજાયેલ શ્રી રામદેવપીરજીના મંડપ દરમ્યાન કાયદોવ્યસ્થા અને સલામતી માટે માધવપુર પી.એસ.આઈ સહિતના ૪ર પોલીસ જવાનો ખડેપગે રહયા હતામહેર એકતા અખબાર ગૃપે પોલીસ છાવણીની મુલાકાત લીધી ત્યારે માધવપુરના પી.એસ.આઈરામાનંદી સાહેબે જણાવ્યું હતું કે આટલી માનવ મેદનીએ નાત-જાતના ભેદ ભૂલી સફળતાપૂર્વક આ ધર્મ મહોત્સવને માણ્યો અને સૌએ શાંતિ જાળવી અને કોઈ અનઈચ્છીય બનાવ ન બન્યો તે બદલ આયોજક મંડળ અને ગ્રામજનોનો સહિત સૌનો આભાર પણ વ્યકત કર્યો હતોઅને તેના મુખ પર ખુશી જણાતી હતી.

Article by Maher Ekta -  મહેર એકતા website http://maherakta.wordpress.com/

A warm welcome to Maheronline.org - a resource for Maher community worldwide.

Send us your comments & suggestions, so that we continue to improve this site.

 

Maheronline would like your help. We need volunteers from India to send us News, Events, Articles and pictures from our community. If you can help then email us on info@maheronline.org

We have 88 guests and no members online