Maher Samaj India

આપણો મહેર સમાજ સંગઠીત થાય એ આજના સમયની આવશ્યકતા છે

કોઇ પણ દેશ હોય, કોઇ પણ રાજય હોય કે કોઇ પણ સમાજ હોય એમાં યુવા પેઢીની પ્રગતિએ મહત્વની વાત છે. જયાં યુવાપેઢી મજબુત હોય તે સમાજ, રાજય, કે તે દેશ મજબુત કારણ કે, નવા વિચારો, જોશ, શકિત, આવા બધા ગુણો યુવાનો હોય અને કહેવત પ્રમાણે પાયો મજબુત તો ઇમારત મજબુત એમ આપણા સમાજને મજબુત કરવા આપણા આપણા યુવાનોને જાગ્રાૃત કરવા પડશે.

ભાઇઓ આપણે માનવું પડશે કે, પાછલા દશ વર્ષમાં આથક રીતે આપણી જ્ઞાતિ આગળ વધી રહી છે. ઊંચા શીખરો સર કરી રહી છે. એ આપણા માટે આનંદની વાત છે. પણ સાથે દુઃખની વાત તો એ છે કે, અમુક ગામડા ગામના યુવાનો સડતીને બદલે પડતી તરફ જઇ રહ્યા છે. તથા પ્રવાૃતિ વગર જીવી રહ્યા છે. તમો વિચાર કરજો ભાઇઓ, આપણા સમાજમાં છેલ્લા અમુક સમયથી સયુંકત કુટુંબની ભાવના ઓછી થઇ રહી છે. તમારી કોઇ પણ પ્રગતિ તમારા સંગઠન અને સયુંકત કુટુંબની ભાવના સાથે સંકળાયેલી છે. પણ આજે કાંઇક યુવાનો આ બધુ ગણકાર કર્યા વગર દોડી રહ્યા છે. તે આપણે કદાચ આવતો સમય યુવાપેઢી માટે અધોગતિ ના આવે તે માટે આજે જ જાગવું છે.

આપણા સમાજમાં યુવાનોને મા-બાપથી, ભાઇઓથી, ઘરથી, નોખુ(અલગ) થઇ જવાની ઘેલછા લાગી છે. લગ્નના અમુક સમય પછી સમાચાર મળે કે, ફલાણો.. ભાઇ નોખો થઇ થઇ ગયો યુવાનો આ નોખા શબ્દો આપણને પાછળ ધંકેલી રહ્યા છે. તમે વિચાર તો કરો તમો કોનાથી નોખા થાવ છો. જે જનેતાએ તમને જન્મ આપ્યો તમો એથી નોખા થાવ છો? એક સંયુકત કુટુંબ સગઠન તોડી તમો નોખા થઇ અને તમારી પ્રગતિને તમે પૂર્ણ વિરામ આપો છે. કારણ કે, ભાઇઓ.. યુવાનો..આપણા દાદા પાસે બસો વિઘા જમીન હતી પણ આજે ભાગલા પડતા પડતા નોઘા થતા થતા આપણી પાસે ર૦ વિઘા જમીનનો હિસ્સો આવે છે. એમાં આપણા દાદા ર૦૦ વિઘાના માલીક હોવા છતા ત્રણ ત્રણ મહિના ખેતર-વાડીએથી ગામમાં પણ ન આવતા એને નોખા થવાનું પાછલી ઉંમરે વિચાર આવતો જયારે આપણને ર૦ વિઘામાં હવે પછી આપણા છોકરાઓને શું હિસ્સો એટલે ભાગ શું મળશે. તે વિચાર કરજો કે આજની મોઘવારી અને જગ્યા (જમીન)ના ભાવના ફુગાવામાં આપણે ખેતી કરતા કરતા પાંચ વિઘા જમીન વધારવાના સ્વપ્ન થઇ જશે.

હમણા હું ઘેડ વિસ્તારમાં એક ગામડા ગામમાં એક ઘરે ચા પીવા ગયો ત્યારે ડોશીમા ચા આપતા હતા ત્યારે અચાનક એક નાનું બાળક જે માંડ માંડ બોલતા શીખ્યું હોય તેવું બાળક બોલ્યું આઇ આ રકાબીયુ અમારીયું છે. આઇએ તે છોકરા સામે ડોળા કાઢયા અને મને ધીરગંભીર શબ્દોમાં આઇએ કીધું કે, હમણા મારો છોકરો નોખો થયો છે. એ સમયે મને ખુબ આઘાત લાગ્યો ચા મને મીઠી નહી કડવી લાગી. અરે યુવાન તું તો તારા મા-બાપથી નોખો થઇ ગયો પરંતુ હજી તારા નાના બાળકે નિશાળનું શિક્ષણ નથી લીધી તે પહેલા માસુમ ભુલકાને નોખા થવાનું શિક્ષણ આપી દીધું. આવી બાળક બુધ્ધિમાં મારૂ તમારૂનું બીજ રોપી દીધું, હવે યુવાન તું તૈયાર રહેજે કારણ કે, તારા બાળકને તારી પાસે જે ર૦ વિઘા જમીન છે તે તારો બાળક મોટો થઇને તેનો ભાગ માંગશે કારણ કે તેને તે શિક્ષણ નાનપણથી આપી દીધું છે.

અંતે મારે યુવાધનને આટલું જ કહેવું છે. કે, યુવાનો સયુંકત કુટુંબની ભાવના રાખી મજબુત સંગઠનનો સાથ લઇ ભેગા રહી આપણા કુટુંબને આપણા સમાજને, આપણા રાજયને, આપણા દેશને, મજબુત કરીયે નોખા (અલગ) શબ્દોને આજથી જ લુપ્ત કરીયે યુવા દોસ્તો મોડું કરતા નહી આજે જ સંકલ્પ કરી લેજો કે, મારે સયુંકત કુટુંબ સાથે રહીને એક મોંભાદાર ઇમારતનો પાયો નાખવો છે.

હવે પછી હું મુંબઇથી આવું અને ગામડા ગામમાં ચા પીવા જાઉં ત્યારે નાનું ભુલકું બાળક આવીને આઇ આ રકાબીયુ આપડીયું છે. એ શબ્દો સાંભળવા  હું હંમેશા જાગતો રહીશ ત્યાં સુધી તમામ યુવાનો અને જ્ઞાતિજનોને રામ રામ….

A warm welcome to Maheronline.org - a resource for Maher community worldwide.

Send us your comments & suggestions, so that we continue to improve this site.

 

Maheronline would like your help. We need volunteers from India to send us News, Events, Articles and pictures from our community. If you can help then email us on info@maheronline.org

We have 140 guests and no members online