** પોરબંદર ખાતે ૧૦ મા સમુહ લગ્નોત્સવ યોજાશે **
જ્ઞાતિજનોને ભાગ લેવા મહેર સુપ્રિમ કાઊન્સીલ દ્વારા અનુરોધ..
પોરબંદર મહેર સુપ્રિમ કાઊન્સીલ-સમસ્ત મહેર સમાજ પોરબંદર દ્વારા જિલ્લા તથા બહાર વસતા દેશ-વિદેશના સમગ્ર મહેર જ્ઞાતિ પરિવારો માટે મહેર જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મહેર જ્ઞાતિ પરિવારજનોના ઊમર લાયક લગ્નોત્સક યુવક-યુવતિઓ માટે મહેર જ્ઞાતિના દશમાં સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન તારીખ ર૪/૧/ર૦૧૦, રવિવારના પોરબંદર ચોપાટી ગ્રાઊન્ડ ખાતે કરવામાં આવેલ છે. સમુહ લગ્નમાં નાધણી કરાવનાર વાલીઓને મહેર સુપ્રીમ કાઊન્સીલ, માલદેવજી ઓડેદરા માર્ગ, પોરબંદરની ઓફિસેથી સમુહ લગ્નનું ફોર્મ લઇ જઇને સંપૂર્ણ આધાર પુરાવા સહિતની વિગતો સાથે મહેર સુપ્રીમ કાઊન્સીલ પોરબંદરની ઓફિસ ખાતે તારીખ ૩૧/૧ર/ર૦૦૯ સુધીમાં સમુહ લગ્નમાં નામ નોંધણી કરાવી જવાનું રહેશે.
સમગ્ર વિશ્વ આજે દરેક ક્ષેત્રે વિકાસ અને વિચારોની હરણફાળ ભરી રહ્યું છે, મહેર જ્ઞાતિ પણ સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશ્વની સાથે આગળ ધપી રહી છે, ત્યારે સામાજીક કુરીવાજો, અંધશ્રધ્ધા અને લગ્ન પ્રાસંગીક ખોટા ખર્ચાને તિલાંજલી આપવા તેમજ જ્ઞાતિમાં પ્રેમભાવના અને ભાઇચારાની ભાવના કાયમ રહે અને સાદગીભર્યા આવા પ્રસંગો કરવાના ઊમદા ધ્યેયને સિધ્ધ કરવા માટે સમુહ લગ્નનું કાર્ય કરવું ખુબ જરૂરી છે. ત્યારે એક નવા સમાજની રચના કરવાના ભગીરથ ધ્યેય સાથે અને સમાજમા ક્રાંતિ લાવવા આવા સમુહ લગ્નની શરૂઆત છેલ્લા નવ વર્ષથી મહેર સુપ્રિમ કાઊન્સીલ-સમસ્ત મહેર જ્ઞાતિ, સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન સહકારની ભાવના સાથે કરવામાં આવે છે. દર વર્ષે યોજાતા સમુહ લગ્ન દ્વારા કુટુંબ અને સમાજના ખોટા ખર્ચાઓ થતાં અટકાવવાનો સમાજનો નમ્ર પ્રયાસ રહ્યો છે.
મહેર સુપ્રિમ કાઊન્સીલ-સમસ્ત મહેર સમાજ સમુહ લગ્ન સમિતિ આયોજીત સમુહ લગ્નમાં દર વર્ષ સમાજનાં જ્ઞાતિ ભાઇઓ-આગેવાનો પાયાના કાર્યકરો, ગામડાનાં જ્ઞાતિજનો નાં સુંદર સહયોજથી જ સફળ રીતે સમુહ લગ્નો યોજી શકાય છે. ત્યારે આ વિચારને ગામે ગામ પહાચતો કરી વધુ સામાજીક ક્રાંતિ લાવી મહેર સમાજને સુખી અને સમૃધ્ધ કરવાનું ધ્યેય મહેર સુપ્રીમ કાઊન્સીલનું છે.
આ મહેર સમાજનાં દશમાં સમુહ લગ્નમાં જોડાનાર નવદંપતિ માટે સરકારનાં ધારાધોરણ પ્રમાણે યુવકની ઉંમર ર૧ વર્ષ અને યુવતિની ઉંમર ૧૮ વર્ષની હોવી જરૂરી છે. સાથે જન્મના દાખલા, રેશનકાર્ડની નકલ આવકનો દાખલો તથા બક્ષીપંચનો દાખલો અનેવર-કન્યાનો એક એક પાસપોર્ટ સાઇઝનો ફોટા સાથે તા.૩૧-૧ર-૦૯ સુધીમાં મહેર સુપ્રિમ કાઊન્સીલ, માલદેવજી ઓડેદરા માર્ગ પાટા પાસે, પોરબંદર ખાતે નામ નાધાવી જવા અપીલ કરવામાં આવી છે.