પોરબંદર પંથકના ખમીરવંતા અને મોટામનવાળા માયાળુ મહેર સમાજના લોકો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સેવાકાર્યોની સરવાણી વહાવીને ગાંધીભુમિને ગૌરવ બક્ષી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મુળ પોરબંદર પંથકના તથા ચાર દાયકાથી સ્વિડન ખાતે વસતા એક મહેર પરિવારે કોરોના લોકડાઉન દરમિયાન ત્યાંના લોકોને સ્વખર્ચે હાથે રાંધીને ભોજન પુ પાડીને વિશિષ્ટ સેવાકાર્ય કર્યુ હોવાથી સ્વિડનની સરકારે આ પરિવારને ‘હાઇ સેરીફ એવોર્ડ’થી સન્માનીત કરતા પોરબંદર પંથકનું ગૌરવ વધુ ઉજળુ થયું છે.
મુળ પોરબંદર પંથકના અમર ગામના તથા વર્ષોથી સ્વિડન ખાતે વસતા રામભાઇ કારાવદરા અને તેમના પત્ની ઉલ્લાસબેન, પુત્રીઓ ઉષા અને નિષા તથા પુત્ર અનિલે વિશિષ્ટ સેવાકાર્ય કોરોનાના લોકડાઉનમાં ત્યાં કર્યુ છે. ટ્રાન્સ્પોર્ટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા આ પરિવારે મહેર સમાજના રોટલાને ઉજળો કરી બતાવ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સ્વિડનમાં લોકડાઉન જાહેર થયું એ દરમિયાન ત્યાંના ડોકટર, પોલીસ, નર્સિંગ સ્ટાફ વગેરે ફ્રન્ટલાઇન વર્કરોને દિવસો સુધી પોતાના ઘરેથી જ ભોજન બનાવીને સ્વખર્ચે જમાડયા હતા. વિદેશની ધરતી ઉપર રહીને મહેર સમાજની ‘મહેર સમાજનું મન અને રોટલો મોટો’ની ઉક્તિને સાર્થક કરીને જે સેવાકાર્ય યોજયું હતું તે બદલ સ્વિડનનું સર્વોચ્ચ સન્માન ‘હાઇસેરીફ એવોર્ડ’થી આ પરિવારને સન્માનિત કરવામાં આવ્યો છે.
રામભાઇ કારાવદરાએ જણાવ્યું હતું કે, તેઓએ કોઇ પાસેથી એકપણ પિયાનો ફાળો કર્યો ન હતો, પોતાના ઘરે જ ભોજન બનાવીને પરિવારના સભ્યોએ જ આ ભોજન પહોંચાડયું હતું. સરકાર સાથે ટાઇઅપ કરીને જે કોઇ ફ્રન્ટલાઇન વર્કરની જરીયાત હોય તે પ્રમાણેનું ભોજન તેમણે અને તેમના પરિવાજનોએ પુ પાડયું હતું.
આ પરિવારના મિત્ર એવા પોરબંદર કોંગ્રેસના યુવા આગેવાન દેવશીભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન રામભાઇ કારાવદરા પરિવારે સેવાકાર્યો કયર્િ ત્યારે કોઇપણ પ્રકારની પ્રસિધ્ધીનો મોહ રાખ્યા વગર સતત કામગીરી એકધારી ચાલુ રાખી હતી પરંતુ હવે જયારે એવોર્ડ મળ્યો છે ત્યારે તેઓની કામગીરીને ચોકકસ બિરદાવવી જ જોઇએ તેમ ઉમેરીને તેમની આ માહિતી પુરી પાડી હતી.
આમ, વિદેશની ધરતી ઉપર પણ પોરબંદર પંથકના મહેર સમાજના પરિવારો સેવાકાર્યોની સરવાણી દ્વારા ગાંધીભુમિની ગરીમાને અને મહેર સમાજની મોટપને વધુ ઉજળી કરી રહ્યા છે ત્યારે સૌ કોઇએ આ પરિવારને બિરદાવ્યો છે.
ખુબ જોખમ વચ્ચે કરી કામગીરી
એ સમયે સ્વિડનમાં દૈનિક હજારો કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા હતા અને લોકો ઘરની બહાર નિકળતા પણ ડરતા હતા તેવા સંજોગોમાં મહેર સમાજના આ પરિવારે પોતાના જીવની પરવાહ કયર્િ વગર ફ્રન્ટલાઇન કોરોના વર્કરોને ઓનડયુટી જયાં હોય ત્યાં જઇને નિ:શુલ્ક ભોજન પુ પાડીને તેમના જઠરાગ્નિ ઠાયર્િ છે તેવી કામગીરી ભાગ્યે જ કોઇ કરી શકે છે.
જે દેશે આપ્યુ તેનું ઋણ ચુકવ્યું
પોરબંદર પંથકના તથા વર્ષોથી સ્વિડન વસ્તા આ પરિવારના મોભી રામભાઇ કારાવદરાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટીંગના વ્યવસાયમાં અમને સ્વિડને ઘણુ બધું આપ્યું છે તેથી જે દેશનું અમે અન્ન ખાધુ છે, જયાંથી અમે કમાયા છીએ તેનું ઋણ ચુકવવાનો અમને આ અમૂલ્ય અવસર મળ્યો હતો અને તે અમે સુપેરે નિભાવ્યું છે.