April 2010 Newsround in Gujarati


પોરબંદર જીલ્લાના ખેડુતોને ગામમા જ દાખલા મળશે

પોરબંદરમાં ઇ-ધરા કચેરીને જીલ્લા સેવા સદન ખાતે ખસેડવામાં આવેલ ત્યારે ખેડુતોની પરેશાની વધી ગયેલ અને ગ્રામ્ય વિસ્તારોના ખેડુતો અને સરપંચો દ્વારા વિરોધ પણ વ્યકત કરવામાં આવેલ પરંતુ તાજેતરમાં જ જીલ્લા કલેકટર દ્રારા એવુ જણાવવામાં આવેલ કે ૮/અ અને ૭/૧રના દાખલાઓ ખેડુતોને ગ્રામપંચાયતમાં જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.


છત્રાવા ગામે સર્વરોગ નિદાન કેમ્પ તથા વિવિધ કાર્યક્રમો યોજાયા

કૂતિયાણા તાલુકાના છત્રાવા ગામે તાજેતરમાં જ સર્વરોગ નિદાન કેમ્પ,અંખડ રામધુન,પ્રસાદી,જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા જેમા તા/૧૪ના રોજ સર્વ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ હતું જેમા પોરબંદરના પ્રખ્યાત ડોકટર ડો.એ.જી.લાખાણી, ડો.એન.એ.ખુડખુડીયા, ડો.મીનાબેન પુરોહિત, ડો.નિતીન પોપટ વ.એ માનદ્ સેવા આપેલ હતી. આ કેમ્પમાં છત્રાવા, ભોગસર તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓએ આ સેવાનો લાભ લીધો.

તથા તા.૩૧/૩ ના રોજ પોલાભાઇ ખુંટી તરફ થી ૧ર કલાક ની અંખડ રામધુન, શ્રીરામદેવપીર ની પ્રસાદી તથા સમસ્ત છત્રાવા અને ભોગસર ગામનું સામુહિક ભોજનનો કાર્યક્રમ રાખેલ હતો.


 ચંન્દ્રાવાડા ગામે રકતદાન કેમ્પ યોજાયો

ચંન્દ્રાવાડા ગામે તા.૭/૪/૧૦ના રોજ રકતદાન કેમ્પ યોજાયો હતો.જેમા ૩ર બોટલ રકત એકઠુ થયું હતું જે આશા બ્લડબેન્ક પોરબંદરને અર્પણ કરેલ હતું. તથા આ પ્રસંગે ગામમાં ૪૦ વર્ષથી પોસ્ટમેન તરીકેની ફરજ બજાવતા શ્રી કનુંભાઇ નો વિદાય સમારોહ પણ યોજાયો હતો.

 


Om - Aum

(
ધાર્મિક) 

 

 ** કડછ ગામે સંતવાણી યોજાઇ **

પોરબંદર તાલુકાના કડછ ગામે તા.૩/૪/૦૧૦ના રોજ વાછરાડાડાના મંદિરના લાભાર્થે ભવ્ય સંતવાણીનો પ્રોગામ શ્રી કાંધલીઆઇના મંદિરના પટાગણમાં રાખેલ હતો.જેમા બપોર ના ૧ર કલાકે મૂતિ પ્રાણ પ્રતિષ્ઠા, ર.૩૦ કલાકે બિડું હોમી અને સાંજે પ કલાકે ભોજન પ્રસાદ બાદ રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં ભજનીક કલાકાર જગમાલ બારોટ, હરેશભાઇ ગઢવી (કચ્છવાળા),શકિતદાન ગઢવી, તથા કડછ ગામના સ્થાનિક કલાકારોએ પ્રાચીન ભજનોની ભારે રમઝટ બોલાવી હતી.
આયોજનને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.
 

** નવાગામ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાઇ **

(અમારા પ્રતિનિધી દ્વારા)

માંગરોળ તાલુકાના નવાગામ-હંટરપુર ગામે કડછા પરીવાર દ્વારા તા.પ/૪/૦૧૦ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ હતું

જેમા વ્યાસપીઠ સ્થાને પ.પ. ભાષ્કરભાઇ જોશી (બામણાસાવાળા) એ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું જેમા તા.-પના દેહશુધ્ધિ, પિતાૃ પૂજન, પોથીયાત્રા, તથા કથા માહત્મ, તા.૬ ના પરિક્ષીત જન્મ શુકદેવજીનું આગમન, તા-૭ના ધ્રુવ ચરિત્ર જડ ભરત ચરીત્ર, તા-૮ના નાૃસિહ પ્રાગટ્ય અને વામન ચરિત્ર, તા-૯ના શ્રીરામ જન્મ અને શ્રીકુષ્ણ જન્મ, તા-૧૦ના ગોવર્ધન લીલા અને કંસ વધ તા-૧૧ના રૂકમણી વિવાહ અને સુદામા ચરીત્ર અને છેલ્લે દિવસે પરીક્ષિત મોક્ષ જેવા ચરીત્ર રજુ કરવામાં આવ્યા હતા. આ કથામાં કોઠડી ગામેથી હમીર ભગત અતિથી વિશેષ પધારીયા હતા કથાનો સમય સવારના ૮.૩૦ થી ૧ર અને બપોરના ૩.૧પ થી ૬.૧પ સુધી રાખવામાં આવ્યો હતો. જે દરિમ્યાન બન્ને ટાઇમ “પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી.આયોજનને સફળ બનાવવા આયોજક નેભાભાઇ કડછા, લખમણભાઇકડછા, રાજાભાઇકડછા, દેવદાસભા
ઇ કડછા, વિરમભાઇ

કડછા, નાગાજણભાઇ કડછા, અરભમભાઇ કડછા, ભગતભાઇ કડછા, સહિતના કડછા પરીવાર દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.
 

 ** શીંગડા ગામે શ્રીરામ કથા સમપન્ન **

(અમારા પ્રતિનિધિ દ્વારા)
પોરબંદર તાલુકાના શીંગડા ગામે તા.૧૦/૪/ થી તા.૧ર/૪/ દરિમ્યાન શ્રીરામ કથાનું આયોજન કરેલ હતું
 
શીંગડા ગામના બાબા રામદેવજી મહારાજ મહા મંદિર દ્વારા આયોજીત આ શ્રીરામ કથા નું રસપાન માલદેભગત મૈયારી વાળા દ્વારા કરવામાં આવ્યુ હતું. કથા સમય સવારે ૯ થી ૧ર અને બપોરના ૩ થી ૬ સુધી રાખવામાં આવેલ હતો.
કથા દરિમ્યાન જૂનાગઢના મંહતશ્રી શેરનાથબાપુ, ભાવપરાના મંહત રાધેશ્યામ બાપુ, મીયાણીના મંહત બ્રહમપુરી બાપુ ખાસ ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવેલ
 

** રાવલ ગામે માલદે ભગતની સપ્તાહનું આયોજન **

જામનગર જીલ્લા ના રાવલ ખાતે ખેમરાડાડાના મંદીરે રાવલ મહેર સમાજ દ્રારા તા.૩/પ થી તા.પ/પ સુધી ત્રણ દિવસીય મૈયારી વાળા માલદે ભગતની શ્રીરામ કથાનું આયોજન કરેલ જેનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.
 

 ** અડવાણા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંપન્ન ** 

અડવાણા ગામે સમસ્ત ગામ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ તા.ર૪/૩ના રોજ સંપન્ન થઇ હતી વ્યાસપીઠ સ્થાને પંકજભાઇ જોશીએ કથાનું રસપાન કરાવ્યુ હતું રાત્રીના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમા રોજીવાડા ગામની રાસ મંડળીએ પણ ભારે રમઝટ બોલાવી હતી.
 

 
** ફ્રી સરબત વિતરણ કરાયું **
 ભારવાડા ગામે શ્રીરામદેપીરના  મંડપમાં શ્રીનટવરનગર યુવક મંડળ દ્રારા ફ્રી સરબત વિતરણ કરવામા આવેલ હતું.
 

** ફટાણા ગામે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે **

પોરબબંદરનાં ફટાણા ગામે તા.રર ના રોજ ચારણી આઇના મંદિરે બે દિવસ માટે સંતવાણી તેમજ અખંડ રામધુનનો કાર્યક્રમ યોજાશે જેનો લાભ લેવા અરસીભાઇ માલદેભાઇ ઓડેદરાએ તથા રામા માલદે ઓડેદરા અને વિરમભાઇ ઓડેદરા (શિક્ષક) દ્વારા અનુરોધ કરાયો છે. આ તકે સમસ્ત ગામનાં નૈવેદ્ય અને લોકમેળો પણ યોજાશે.
 

 

All above articles by Maher Ekta –  મહેર એકતા website