{mosmap lat=’21.9137649319378846’|lon=’69.5937967300415’|zoom=’15’|text=’Advana|tooltip=’Advana’|marker=’o’}
|
પોરબંદર,તા.૧૭-09-2010
પોરબંદરના અડવાણા ગામે દશ દિવસથી થઈ રહેલા ભૂગર્ગભના ધડાકા અંગે સંશોધન કરવા ગાંધીનગરથી ભૂસ્ત્રરશાસ્ત્રીની ટીમ દોડી આવી હતી અને આગમનું આગમન થયુ ત્યારે તેને આવકારવા જ ધરતી ધ્રુજી ઉઠતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને એક સિસ્મોગ્રાફ યંત્ર મોકલવાની ખાત્રી આપી હતી.ગઈકાલે રાત્રે ટી.ડી.ઓ. તથા મામલતદારે અડવાણાની મુલકાત લીધા બાદ ગાંધીનગરથી સંદીપ અગ્રવાલન નેતૃત્વમાં ચાર સભ્યોની ટીમ અડવાણામાં આવી ત્યારે જ ભૂગર્ભના ધડાકાથી ધરતી ધ્રુજી ઉઠતા ખુદ ટીમે જ તેની અનુભૂતિ કરી હતી. ગ્રામપંચાયતના સદસ્ય ખીમાભાઈ ખુંટી તથા અન્ય આગવાનોને આ ટીમે એમ જણાવ્યું હતું કે અડવાણા વિસ્તારમાં વધુ વરસાદ પડયો છે. તેથી આ પાણી જમીનમાં ઉતરતા અંદરની બાજુએ પાણીનું પ્રેશર વધતા ધડકાઓ થઈ રહ્યાનું અનુમાન કર્યું હતું. એક સીસ્મોગ્રાફ યંત્ર તંત્ર તરફથી મોકલવામાં આવશે. તેવી ખાત્રી આપી હતી. દરમિયાન, અડવાણામાં આજે બાર કલાકમાં નવ જેટલા આંચકા અનુભવ્યા હતા જેમાં બપોરના સમયે આવતા આંચકાથી કાચા મકાનોનાં નળીયા પણ પડી ગયા હતા.
Source: Sandesh